અગાઉની ગુના સાબિતી - કલમ : 259

અગાઉની ગુના સાબિતી

કલમ-૨૩૪ ની પેટા કલમ (૭) ની જોગવાઇઓ હેઠળ અગાઉની ગુના સાબિતી અંગે ત્હોમત મૂકવામાં આવ્યું હોય અને આરોપી હોમતનામામાં જણાવ્યા પ્રમાણે અગાઉ ગુનો સાબિત થયેલ હોવાનું સ્વીકારે નહી ત્યારે જજ કલમ-૨૫૨ કે કલમ-૨૫૮ હેઠળ સદરહુ આરોપીને પોતે દોષિત ઠરાવ્યા પછી કહેવાતી અગાઉ ની ગુના સાબિતીના સબંધમાં પુરાવો લઇ શકશે અને તે અંગેના નિણૅયની નોંધ કરશે.

પરંતુ કલમ-૨૫૨ કે કલમ-૨૫૮ હેઠળ આરોપીને દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી એવું કોઇ ત્હોમત જજથી વાંધી સંભળાવી શકાય નહી કે આરોપીને તેનો જવાબ આપવા જણાવી શકાશે નહી કે ફરિયાદ પક્ષ તરફથી અગાઉની ગુના સાબિતીનો ઉલ્લેખ કરી શકાશે નહી અથવા તેણે રજુ કરેલ પુરાવામાં તે અંગે ઉલ્લેખ થઈ શકશે નહી.