
આરોપીને કયારે છોડી મુકવો જોઇશે
(૧) આરોપી કલમ-૨૩૦ હેઠળ દસ્તાવેજોની નકલ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ડિસ્ચાજૅ માટેની અરજી કરી શકશે.
(૨) કલમ-૧૯૩ હેઠળ પોલીસ રિપોટૅ તથા તેની સાથે મોકલાયેલ તમામ દસ્તાવેજો વિચારણામાં લીધા પછી અને મેજિસ્ટ્રેટને જરૂરી જણાય તેવી આરોપીની રૂબરૂમાં કે ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા જુબાની લીધા પછી અને ફરિયાદ પક્ષ અને આરોપીને સુનાવણીની તક આપ્યા પછી મેજિસ્ટ્રેટને આરોપી વિરૂધ્ધનું ત્હોમત વજુદ વગરનું લાગે તો તેણે તેને છોડી મૂકવો જોઇશે અને તેમ કરવાના પોતાના કારણોની તેણે નોંધ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw