ત્હોમતનામું તૈયાર કરવા બાબત - કલમ : 263

ત્હોમતનામું તૈયાર કરવા બાબત

(૧) એવી વિચારણા હોય તે જુબાની અને સુનાવણી પછી મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે પોતાને જેની ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા છે અને પોતાના અભિપ્રાય મુજબ જેને માટે પોતે પૂરતી શિક્ષા કરી શકે તેમ છે એવો આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેવો ગુનો આરોપીએ કયો છે એવું માની લેવાને કારણ છે તો મેજિસ્ટ્રેટે આરોપી વિરૂધ્ધ ત્હોમત ઉપર પ્રથમ સુનાવણી થયાની તારીખથી ૬૦ દિવસની અંદર લેખિત ત્હોમતનામું તૈયાર કરવું જોઇશે.

(૨) પછી ત્હોમતનામું આરોપીને વાંચી સંભળાવી સમજાવવું જોઇશે અને તે ત્હોમતનામાવાળો ગુનો કબૂલ કરે છે કે તેની સામે ઇન્સાફી કાયૅવાહી થાય એવી માંગણી કરે છે તેવો પ્રશ્ન તેને પૂછવો જોઇશે.