ફરિયાદ પક્ષનો પુરાવો - કલમ : 265

ફરિયાદ પક્ષનો પુરાવો

(૧) આરોપી જવાબ આપવાની ના પાડે અથવા જવાબ ન આપે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માગણી કરે અથવા મેજિસ્ટ્રેટ આરોપીને કલમ-૨૬૪ હેઠળ દોષિત ન ઠરાવે તો મેજિસ્ટ્રેટે સાક્ષીઓની જુબાની માટે તારીખ નકકી કરવી જોઇશે.

પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ દ્રારા તપાસ દરમ્યાન નોંધવામાં આવેલ સાક્ષીઓના નિવેદનોની નકલ મેજિસ્ટ્રેટ આરોપીને અગાઉથી પૂરી પાડશે.

(૨) મેજિસ્ટ્રેટ ફરિયાદ પક્ષની અરજી ઉપરથી તેના કોઇ સાક્ષીને હાજર રહેવાનું અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવાનું ફરમાવતો સમન્સ કાઢી શકશે.

(૩) એ રીતે નકકી કરેલ તારીખે મેજિસ્ટ્રેટે ફોજદારી કામના સમથૅનમાં રજૂ કરવામાં આવે તે તમામ પુરાવો લેવો જોઇશે.

પરંતુ બીજા કોઇ સાક્ષી કે સાક્ષીઓને તપાસવામાં ન આવે ત્યાં સુધી કોઇ સાક્ષીની ઉલટ તપાસ મુલતવી રાખવાની મેજિસ્ટ્રેટ પરવાનગી આપી શકશે અથવા વિશેષ ઉલટ તપાસ માટે કોઇ સાક્ષીને ફરીથી બોલાવી શકશે.

વધુમાં આ કલમ હેઠળ સાક્ષીની તપાસ રાજય સરકાર દ્રારા જાહેર કરવામાં આવે તેવા નિયુકત સ્થળે ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા પણ થઇ શકશે.