આરોપીને કયારે છોડી મૂકવો જોઇશે
(૧) કલમ-૨૬૭ ઉલ્લેખાયેલા તમામ પુરાવા લીધા પછી મેજિસ્ટ્રેટને લેખિત કારણોસર એમ લાગે કે આરોપીની વિરૂધ્ધ એવો કોઇ કેસ સ્થાપિત થતો નથી કે જેનું ખંડન ન થાય તો તેના ઉપરથી તેને દોષિત ઠરાવી શકાય ત્યારે તેણે આરોપીને છોડી મૂકવો જોઇશે.
(૨) પોતે લેખિત નોંધ કરેલા કારણોસર મેજિસ્ટ્રેટ એમ માને કે ત્હોમત વજુદ વગરનુ છે તો કેસના કોઇપણ અગાઉના તબકકે આરોપીને છોડી મૂકવામાં મેજિસ્ટ્રેટને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવતો હોવાનું ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw