
આરોપીને છોડી મૂકવામાં ન આવે ત્યારે કાયૅરીતિ
(૧) એવો પુરાવો લીધા પછી અથવા કેસના અગાઉના કોઇપણ તબકકે મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે પોતાને જેની ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા છે અને જેને માટે પોતે પૂરતી શિક્ષા કરી શકે તેમ છે એવો આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તે ગુનો આરોપીએ કર્યો હોવાનું માનવાને કારણ છે તો મેજીસ્ટ્રેટે આરોપી સામે લેખિત હોમતનામું તૈયાર કરવું જોઇશે.
(૨) પછી ત્હોમતનામું આરોપીને વાંચી સંભળાવી સમજાવવું જોઇશે અને તે હોમતનામાવાળો ગુનો કબૂલ કરે છે કે તેને કોઇ બચાવ રજૂ કરવો છે તેવો પ્રશ્ન તેને પુછવો જોઇશે.
(૩) આરોપી ત્હોમતનામાવાળો ગુનો કબૂલ કરે તો મેજિસ્ટ્રેટે તેના જવાબની લેખિત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે.
(૪) આરોપી જવાબ આપવની ના પાડે અથવા જવાબ ન આપે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માંગણી કરે અથવા પેટા કલમ (૩) હેઠળ તેને દોષિત ઠરાવવામાં ન આવે તો ફરિયાદ પક્ષના જે સાક્ષીઓનો પુરાવો લેવામાં આવ્યો હોય તેમાંના કોઇની આરોપીને ઉલટ તપાસ કરવી છે કે કેમ અને કરવી હોય તો કોની તે કેસની ત્યાર પછીની સુનાવણીની શરૂઆતમાં અથવા પોતાને યોગય લાગે તો કારણોની લેખિત નોંધ કરીને તરત જણાવવા તેને ફરમાવવું જોઇશે.
(૫) આરોપી એમ કરવા ઇચ્છતો હોય તો તે જણાવે તે સાક્ષીઓને ફરી બોલાવવા જોઇશે અને તેમની ઉલટ તપાસ કે ફેર તપાસ (હોય તો તે) થઇ ગયા પછી તેમને રજા આપવી જોઇશે.
(૬) ત્યાર પછી ફરિયાદ પક્ષના બાકીના સાક્ષીઓનો પુરાવો લેવો જોઇશે અને તેમની ઉલટ તપાસ કે ફેર તપાસ (હોય તો તે) થઇ ગયા પછી તેમને પણ રજા આપવી જોઇશે.
(૭) જયાં ફરિયાદ પક્ષને તક આપવા છતા અને આ સંહિતા હેઠળ તમામ વાજબી ઉપાયાત્મક પગલા લેવા છતા જો પેટા કલમ (૫) અને (૬) હેઠળ ફરિયાદ પક્ષના સાક્ષીઓની ઉપસ્થિતિ ઉલટતપાસ માટે સુરક્ષિત કરી શકાતી નથી ત્યાં એવું માનવામાં આવશે કે આવા સાક્ષી ઉપલબ્ધ ન હોવાને કારણે તેમની તપાસ કરવામાં આવી નથી અને મેજિસ્ટ્રેટ લેખિતમાં નોંધવામાં આવે તેવા કારણોસર ફરિયાદ પક્ષના પુરાવાને બંધ કરી શકશે અને રેકોડૅ ઉપરની સામગ્રીના આધારે કેસ બાબતમાં આગળ વધી શકશે.
Copyright©2023 - HelpLaw