નિદર્દોષ ઠરાવી છોડી મૂકવા અથવા દોષિત ઠરાવવા બાબત - કલમ : 271

નિદર્દોષ ઠરાવી છોડી મૂકવા અથવા દોષિત ઠરાવવા બાબત

(૧) જેમા ત્હોમતનામું તૈયાર કરવામાં આવ્યું હોય એવા આ પ્રકરણ હેઠળના કોઇ કેસમાં મેજિસ્ટ્રેટને આરોપી દોષિત ન જણાય તો તેણે તેને નિદર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવો જોઇશે.

(૨) જયારે આ પ્રકરણના કોઇ કેસમાં મેજિસ્ટ્રેટને આરોપી દોષિત જણાય પરંતુ કલમ-૩૬૪ કે ૪૦૧ ની જોગવાઇઓ અનુસાર તે કાયૅવાહી ન કરે ત્યારે સાજાના પ્રશ્ન અંગે આરોપીને સાંભળ્યા પછી તેણે તેને કાયદા મુજબ સજા કરવી જોઇશે.

(૩) જયારે આ પ્રકરણ હેઠળના કોઇ કેસમાં કલમ-૨૩૪ ની પેટા કલમ (૭) ની જોગવાઇઓ હેઠળ અગાઉની ગુના સાબિતીનુ ત્હોમત મૂકવામાં આવ્યુ; હોય અને હોમતનામામાં આક્ષેપ કયૅવા પ્રમાણે પોતે અગાઉ દોષિત ઠયૅા હતો એમ આરપી કબૂલ ન કરે તો સદરહુ આરોપીને દોષિત ઠરાવ્યા પછી મેજીસ્ટ્રેટ કહેવાતી અગાઉની ગુના સાબિતીના સબંધમાં પુરાવો લઇ શકશે અને તે અંગેના તેના નિણૅયની નોંધ કરશે.

પરંતુ પેટા કલમ (૨) હેઠળ આરોપીને દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી એવું કોઇ હોમત મેજિસ્ટ્રેટથી વાંચી સંભળાવી શકાશે નહી કે આરોપીને તેનો જવાબ આપવા જણાવી શકાશે નહીં અથવા ફરિયાદ પક્ષ તરફથી અગાઉની ગુના સાબિતીનો ઉલ્લેખ કરી શકાશે નહી અથવા તેણે રજૂ કરેલા પુરાવામાં તે અંગે ઉલ્લેખ થઇ શકશે નહી.