ફરિયાદીની ગેરહાજરી - કલમ : 272

ફરિયાદીની ગેરહાજરી

અગાઉની ફરિયાદ ઉપરથી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય અને કેસની સુનાવણી માટે નકકી કરેલા દિવસે ફરીયાદી ગેરહાજર હોય અને ગુનો કાયદેસર રીતે માંડવાળ થઇ શકે તેવો હોય અથવા તે પોલીસ અધીકારનો ન હોય તો આ સંહિતામાં આ પહેલા ગમે તે મજકૂર હોય તે છતા ત્હોમતનામું તૈયાર કરવામાં આવે તે પહેલા ગમે ત્યારે મેજિસ્ટ્રેટ ફરિયાદીને હાજર રહેવા માટે ૩૦ દિવસોનો સમય આપ્યા બાદ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર આરોપીને છોડી મૂકી શકશે.