આરોપનો સારાંશ જણાવવો - કલમ : 274

આરોપનો સારાંશ જણાવવો

સમન્સ કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી હાજર થાય અથવા તેને લાવવામાં આવે ત્યારે તેના ઉપર જે ગુનાનો આરોપ હોય તે ગુનાની વિગતો તેને જણાવવી જોઇશે અને તે ગુનો કબૂલ કરે છે કે તેને બચાવ કરવો છે તે પ્રશ્ન તેને પૂછવો જોઇશે પરંતુ રીતસર ત્હોમતનામું તૈયાર કરવાની જરૂર રહેશે નહી.

પરંતુ જો મેજિસ્ટ્રેટ ત્હોમતને આધાર વિનાનું ગણે તો તે લેખિતમાં કારણોની નોંધ કરીને આરોપીને મુકત કરશે અને તેવી મુકિતને ડિસ્ચાજૅ તરીકેની અસર રહેશે.