
નજીવા કેસોમાં આરોપી હાજર થયા વિના ગુનો કબૂલવા અને દોષિત ઠરાવવા બાબત
(૧) કલમ-૨૨૯ હેઠળ સમન્સ કાઢવામાં આવ્યો હોય અને આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા વીના ત્હોમત પ્રમાણેનો ગુનો કબૂલ કરવા માગે ત્યારે તેણે પોતાની કબૂલાતવાળો પત્ર તેમજ સમન્સમાં જણાવેલ દંડની રકમ ટપાલ દ્રારા કે સંદેશા વાહક દ્રારા મેજીસ્ટ્રેટને મોકલવા જોઇશે.
(૨) મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર આરોપીને તેની ગેરહાજરીમાં તેણે કરેલ ગુનાની કબૂલાત ઉપરથી દોષિત ઠરાવી શકશે અને સમન્સમાં જણાવેલો દંડ ભરવાની સજા કરી શકશે અને આરોપીએ મોકલેલી રકમ તે દંડ પેટે મજરે લેવામાં આવશે અથવા આરોપી તરફથી આ સબંધમાં અધિકાર ધરાવનાર વકીલ તેના વતી ગુનો કબૂલ કરે ત્યારે મેજિસ્ટ્રેટે શકય હોય તેટલે સુધી વકીલના શબ્દોમાં કબૂલાત નોંધવી જોઇશે અને તે પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવી કબૂલાત ઉપરથી આરોપીને દોષિત ઠરાવી શકશે અને ઉપર જણાવ્યા પ્રમાણે તેને સજા કરી શકશે.
Copyright©2023 - HelpLaw