દોષિત ઠરાવવામાં ન આવે ત્યારે કાયૅરીતિ - કલમ : 277

દોષિત ઠરાવવામાં ન આવે ત્યારે કાયૅરીતિ

(૧) મેજિસ્ટ્રેટ કલમ-૨૭૫ હેઠળ આરોપીને દોષિત ન ઠરાવે તો મેજિસ્ટ્રેટે ફરિયાદ પક્ષને સાંભળવો જોઇશે અને ફરિયાદ પક્ષના કેસના સમથૅનમાં રજૂ કરવામાં આવે તે તમામ પુરાવો લેવો જોઇશે અને આરોપીને પણ સાંભળવો જોઇશે અને તેના બચાવમાં તે રજૂ કરે તે તમામ પુરાવો લેવો જોઇશે.

(૨) મેજિસ્ટ્રેટ ફરિયાદ પક્ષ કે આરોપીની અરજી ઉપરથી પોતાને યોગ્ય લાગે તો કોઈ સાક્ષી ઉપર તેને હાજર થવા અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવા ફરમાવતો સમન્સ કાઢી શકશે.

(૩) એવી અરજી ઉપરથી કોઇ સાક્ષીને સમન્સથી બોલાવતા પહેલા મેજિસ્ટ્રેટ ઇન્સાફી કાયૅવાહી માટે હાજર થવામાં સાક્ષીને થતા વાજબી ખચૅની રકમ ન્યાયાલયમાં અનામત મૂકવા ફરમાવી શકશે.