નિરર્દોષ કે દોષિત ઠરાવવા બાબત - કલમ : 278

નિરર્દોષ કે દોષિત ઠરાવવા બાબત

(૧) કલમ-૨૭૭માં ઉલ્લેખાયેલો પુરાવો અને પોતે પોતાની મેળે કોઇ વધુ પુરાવો રજૂ કરાવે તો તે લીધા પછી પોતાને લાગે તે આરોપી દોષિત નથી તો મેજિસ્ટ્રેટે તેને નિદોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવો જોઇશે.

(૨) મેજિસ્ટ્રેટને લાગે કે આરોપી દોષિત છે અને કલમ-૩૬૪ કે કલમ-૪૦૧ ની જોગવાઇઓ અનુસાર પોતે કાયૅવાહી ન કરે ત્યારે તેણે તેને કાયદા અનુસાર સજા કરવી જોઇશે.

(૩) મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે તેમ કરવાથી આરોપીને અન્યાય થશે નહી તો ફરિયાદ કે સમન્સ ગમે તે સ્વરૂપનો હોય તો પણ આરોપીએ આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાયૅવાહી થઇ શકે તેવો જે કોઇ ગુનો કરેલો હોવાનું કબૂલ કરેલી કે સાબિત થયેલી હકીકત ઉપરથી જણાય તે માટે કલમ-૨૭૫ કે કલમ-૨૭૮ હેઠળ મેજિસ્ટ્રેટ તેને દોષિત ઠરાવી શકશે.