
ફરિયાદીની ગેરહાજરી કે મૃત્યુ
(૧) સમન્સ ફરિયાદ ઉપરથી કાઢેલ હોય અને આરોપીને હાજર થવા માટે નકકી થયેલ દિવસે અથવા ત્યાર પછીના જે દિવસ ઉપર સુનાવણી મુલતવી રાખવામાં આવે તે દિવસે ફરિયાદી હાજર ન થાય તો આમાં આ પહેલા ગમે તે મજકૂર હોય તે છતા મેજિસ્ટ્રેટે ફરિયાદીને હાજર રહેવા માટે ૩૦ દિવસનો સમય આપ્યા બાદ કોઇ કારણસર કેસની સુનાવણી કોઇ બીજા દિવસ ઉપર મુલતવી રાખવાનું પોતાને યોગ્ય લગે તે સિવાય આરોપીને નિદોષ ઠરાવી છોડી મૂકવો જોઇશે.
પરંતુ ફરિયાદી વતી કોઇ વકીલ કે ફોજદારી કામ ચલાવનાર અધિકારી રજૂઆત કરી રહ્યા હોય ત્યારે અથવા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે ફરિયાદીએ જાતે હાજર રહેવાની જરૂર નથી તો મેજિસ્ટ્રેટ તેની હાજરી વીના ચલાવી લઇ કેસની કાયૅવાહી કરી શકશે.
(૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી ફરિયાદીની ગેરહાજરી તેના મૃત્યુને લીધે હોય ત્યારે પણ લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw