કેટલાક પ્રસંગે કાયૅવાહી બંધ રાખવાની સતા - કલમ : 281

કેટલાક પ્રસંગે કાયૅવાહી બંધ રાખવાની સતા

ફરિયાદ ઉપરથી હોય તે સિવાય માંડેલા કોઇ સમન્સ કેસમાં પહેલા વગૅના મેજિસ્ટ્રેટ અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પૂવૅમંજૂરી લઇને બીજા કોઇ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતે લેખિત કારણોસર કોઇ ફેંસલો સંભળાવ્યા વિના કોઇપણ તબકકે કાયૅવાહી બંધ કરી શકશે અને મુખ્ય સાક્ષીઓનો પુરાવો નોંધવામાં આવ્યા પછી એવી રીતે કાયૅવાહી બંધ કરવામાં આવી હોય ત્યારે નિદોષ ઠરાવ્યાનો ફેંસલો સંભળાવી શકશે અને બીજા કોઇ પ્રસંગે આરોપીને છોડી દઇ શકશે અને છૂટકારાની છોડી મૂકવા જેવી અસર થશે.