
સમન્સ કેસોને વોરંટ કેસોમાં ફેરવવાની ન્યાયાલયની સતા
છ મહિનાથી વધુ મુદતની કેદની શિક્ષાપાત્ર ગુનાને લગતા સમન્સ કેસની થઇ રહેલ ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન મેજિસ્ટ્રેટને એવું જણાય કે ન્યાયની દ્રષ્ટિએ ગુનાની ઇન્સાફી કાયૅવાહી વોરંટ કેસની ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ અનુસાર કરવી જોઇએ તો એવા મેજિસ્ટ્રેટ વોરંટ કેસની ઇન્સાફી કાયૅવાહી માટે આ સંહિતામાં જોગવાઇ કરેલી રીતે કેસની ફરી સુનાવણી કરી શકશે અને જેની તપાસ થઇ ગયેલ હોય તે સાક્ષીને ફરી બોલાવી શકશે.
Copyright©2023 - HelpLaw