
સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા
(૧) આ સંહિતામાં ગમે તે મજકૂર હોય છતા
(એ) કોઇ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ
(બી) પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટ
નીચેના તમામ કે તે પૈકી કોઇ ગુનાની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરશે
(૧) ચોરીના માલની કિંમત વીસ હજાર રૂપિયાથી વધારે ન હોય ત્યારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ની પેટા કલમ (૨) કલમ-૩૦૫ કે કલમ-૩૦૬ હેઠળની ચોરી
(૨) ચોરીના માલની કિંમત વીસ હજાર રૂપિયાથી વધુ ન હોય ત્યારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૭ ની પેટા કલમ (૨) હેઠળ ચોરીનો માલ લેવો કે રાખવો
(૩) ચોરીના માલની કિંમત વીસ હજાર રૂપિયાથી વધુ ન હોય ત્યારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૭ની પેટા કલમ (૫) હેઠળ ચોરીનો માલ છુપાવવામાં કે તેનો નિકાલ કરવામાં મદદ કરવી.
(૪) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૩૩૧ ની પેટા કલમ (૨) અને (૩) હેઠળના ગુના
(૫) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૨ હેઠળ સુલેહનો ભંગ કરવા માટે ઉશ્કરેરવાના ઇરાદાથી અપમાન અને કલમ-૩૫૧ ની પેટા કલમ (૨) અને (૩) હેઠળ ગુનાહિત ધમકી
(૬) ઉપર જણાવેલા ગુનાઓ પૈકીના કોઇનું દુષ્પ્રણ
(૭) ઉપર જણાવેલા ગુનાઓ પૈકી કોઇ ગુનાની કોશિશ ગુનો હોય ત્યારે એવી કોશિશ
(૮) ઢોર અપપ્રવેશ અધિનિયમ ૧૮૭૧ (૧૮૭૧નો ૧લો) ની કલમ-૨૦ હેઠળ જેના સબંધમાં ફરિયાદ થઇ શકે તે કૃત્યથી થતો કોઇ ગુનો
(૨) મેજિસ્ટ્રેટ આરોપીને સુનાવણીનો વ્યાજબી તક આપ્યા પછી લેખિતમાં કારણોની નોંધ કરીને મોતની કે આજીવન કેદની કે ત્રણ વષૅથી વધુ શિક્ષાને પાત્ર ન હોય એવા તમામ કે કોઇ કેસો સંક્ષિપ્ત રીતે ચલાવી શકશે.
પરંતુ આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ દ્રારા ચલાવેલ સમરી કેસના હુકમની વિરૂધ્ધ કોઇ અપીલ થઇ શકશે નહી.
(૩) કોઇ સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન મેજિસ્ટ્રેટને એમ જણાય કે તે કેસ એવા પ્રકારનો છે કે તેની સંક્ષિપ્ત રીતે કાયૅવાહી કરવી અનિચ્છનીય છે ત્યારે મેજિસ્ટ્રેટે જેમની જુબાની થઇ ગયેલ હોય તે સાક્ષીઓને પાછા બોલાવીને આ સંહિતાથી જોગવાઇ કરેલી રીતે તે કેસની ફરીથી સુનાવણી કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw