સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ - કલમ : 285

સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ

(૧) આમાં હવે પછી જણાવેલ હોય તે સિવાય આ પ્રકરણ હેઠળની ઇન્સાફી કાયૅવાહીમાં સમન્સ કેસોની ઇન્સાફી કાયૅવાહી માટે આ સંહિતામાં નિદિષ્ટ કરેલી કાયૅરીતિ અનુસરવી જોઇશે.

(૨) આ પ્રકરણ હેઠળ ગુનો સાબિત થાય ત્યારે ત્રણ મહિનાથી વધુ મુદતની કેદની સજા ફરમાવી શકાશે નહી.