
સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહીમાં રાખવાની નોંધ
સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી થતી હોય તે દરેક કેસમાં મેજિસ્ટ્રેટે રાજય સરકાર ઠરાવે તે નમૂનામાં નીચેની વિગતો નોંધવી જોઇશે.
(એ) કેસનો અનુક્રમ નંબર
(બી) ગુનો થયાની તારીખ
(સી) રિપોટૅ કે ફરિયાદની તારીખ
(ડી) ફરિયાદીનું (હોય તો તેનુ) નામ
(ઇ) આરોપીનું નામ તેના પીતા કે માતાનુ; નામ અને તેનું રહેઠાણ
(એફ) આરોપિત ગુનો અને સાબિત થયેલ હોય તે ગુનો અને કલમ-૨૮૩ ની પેટા કલમ (૧) નો ખંડ(૧) ખંડ(૨) કે ખંડ (૩) લાગુ પડતો હોય ત્યારે જેના અંગે ગુનો થયેલ હોય તે માલની કિંમત
(જી) આરોપીનો જવાબ અને તેની થયેલ હોય તે જુબાની
(એચ) નિણૅય
(આઇ) સજા કે બીજો આખરી હુકમ અને
(જે) કાયૅવાહી પૂરી થયાની તારીખ
Copyright©2023 - HelpLaw