
પ્રકરણનો અમલ
(૧) આ પ્રકરણ એવા આરોપીની બાબતમાં લાગુ પડશે જેની વિરૂધ્ધ
(એ) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી દ્રારા કલમ-૧૯૩ હેઠળ એવો આક્ષેપ કરતો રીપોટૅ મોકલવામાં આવેલ હોય કે તેના દ્રારા એવા ગુનાથી જુદો કોઇ ગુનો કયૅા હોયવાનુ જણાય છે કે જેના માટે જે તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ મૃત્યુદંડ કે આજીવન કેદ કે સાત વષૅથી વધુ મુદત સુધીની કેદ કે દંડની જોગવાઇ હોય અથવા
(બી) મેજીસ્ટ્રેટે ફરીયાદ પરથી એવા ગુનાની નોંધ લીધી હોય કે જે ગુનો જે તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ મૃત્યુદંડ કે આજીવન કેદ કે સાત વષૅથી વધુ મુદત સુધીની કેદની જોગવાઇ હોય તેવા ગુનાથી જુદો હોય અને કલમ-૨૨૩ હેઠળ ફરીયાદી અને સાક્ષીને તપાસ્યા પછી કલમ-૨૨૭ હેઠળ પ્રોસેસ કાઢી હોય.
પરંતુ આવો ગુનો દેશની સામાજિક આથિક સ્થિતીને અસર કરતો હોય અથવા કોઇ સ્ત્રી અથવા બાળકની વિરૂધ્ધ કરેલ હોય તો આ પ્રકરણ લાગુ પડશે નહી.
(૨) કેન્દ્ર સરકાર પેટા કલમ (૧) ના હેતુઓ માટે જાહેરનામા દ્રારા જે તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ દેશની સામાજિક આથિક સ્થિતિને અસર કરતા હોય તેવા ગુના નકકી કરશે.
Copyright©2023 - HelpLaw