સોદાબાજીની દલીલ માટેની અરજી - કલમ : 290

સોદાબાજીની દલીલ માટેની અરજી

(૧) કોઇ ગુનાનો આરોપી વ્યકિત એવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી ચાલુ હોય તે ન્યાયાલયમાં ત્હોમતનામું ઘડાયાની તારીખથી ૩૦ દિવસની મુદતની અંદર સોદાબાજી માટે અરજી કરી શકશે.

(૨) પેટા કલમ (૧) હેઠળની અરજીમાં જેના બાબતે અરજી કરવામાં આવેલ હોય તે કેસનું ટુંકમાં વણૅન હશે અને તેમાં તે કેસ બાબતના ગુનાનું વણૅન પણ હશે તથા તેની સાથે આરોપીએ કાયદા હેઠળ તે ગુના માટે ઠરાવેલ દંડનો પ્રકાર અને સીમા જાણ્યા પછી કેસમાં સ્વેચ્છાથી સોદાબાજી અરજી દાખલ કરેલ છે અને તેના પર તે જ ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય તેવા કોઇ ન્યાયાલયે આ અગાઉ તેને ગુનેગાર ઠરાવેલ નથી તે મતલબના કથનવાળુ સોગંદનામું આરોપીએ આપવાનું રહેશે.

(૩) પેટા કલમ (૧) હેઠળ અરજી મળ્યા બાદ ન્યાયાલય કેસના પબ્લિક પ્રોસીકયુટરને કે ફરીયાદીને નોટીશ કાઢશે અને આરોપીને કેસમાં નિયત તારીખે હાજર રહેવા માટે નોટીશ કાઢશે.

(૪) જયારે પેટા કલમ (૩) હેઠળ નિયત તારીખે કેસના પબ્લિક પ્રોસીકયુટર કે ફરીયાદીને અને આરોપી હાજર થાય ત્યારે ન્યાયાલય આરોપીએ સ્વેચ્છાપૂવૅક અરજી દાખલ કરેલ છે તેવી પોતાને ખાતરી થાય તે માટે આરોપીની બંધ બારણે તપાસ કરશે જયાં કેસના અન્ય પક્ષકાર ઉપસ્થિત રહેશે નહી અને જયાં

(એ) ન્યાયાલયને તેવી ખાતરી થાય કે આ અરજી આરોપી દ્રારા સ્વેચ્છાપુવૅક દાખલ કરવામાં આવેલ છે તો આરોપી દ્રારા ભોગ બનનાર વ્યકિતને કેસ દરમ્યાન થયેલ ખચૅ અને અન્ય ખચૅ આપવાનો સમાવેશ થાય તેવો કેસનો પારસ્પારિક સંતોષકારક રીતે નિકાલ થાય તે માટે પબ્લિક પ્રોસીકયુટર અથવા ફરીયાદીને અને આરોપીને ૬૦ દિવસથી વધુ ન હોય તેટલો સમય આપશે અને ત્યાર બાદ કેસની આગળની સુનાવણી માટે તારીખ નકકી કરશે.

(બી) ન્યાયાલયને એવી જાણ થાય કે આરોપી દ્રારા સ્વેચ્છાપૂવૅક અરજી દાખલ કરવામાં આવેલ નથી અથવા તેના પર તે જ ગુનાનો આરોપ હતો તેવા કોઇ કેસમાં તેને કોઇ ન્યાયાલય દ્રારા અગાઉ દોષિત ઠરાવવામાં આવેલ છે તો તે આ સંહિતાની જોગવાઇ અનુસારની પ્રક્રિયા મુજબ પેટા કલમ (૧) હેઠળ એવી અરજી દાખલ કરેલ છે તેમાં આગળની કાયૅવાહી કરશે.