
પારસ્પારિક સંતોષકારક નિકાલ માટેના માગૅદશૅનો
કલમ-૨૯૦ ની પેટા કલમ (૪) ના ખંડ (એ) હેઠળ પારસ્પરિક સંતોષકારક રીતે નિકાલ થાય તે માટે ન્યાયાલય નીચે મુજબની પ્રક્રિયા અપનાવશે એટલે કે
(એ) પોલીસ રિપોટૅ ઉપરથી દાખલ કરવામાં આવેલા કોઇ કેસમાં ન્યાયાલય પબ્લિક પ્રોસીકયુટર જેમણે કેસની તપાસ કરી હોય તેવા પોલીસ અધિકારી આરોપી અને કેસમાં ભોગ બનનાર વ્યકિતને તે કેસનો સંતોષકારક રીતે નિકાલ થાય તે માટેની મિટિંગમાં ભાગ લેવા માટે નોટીશ કાઢશે.
પરંતુ કેસનો સંતોષકારક રીતે નિકાલ થાય તે માટેની એવી સંપૂણૅ પ્રક્રિયા દરમ્યાન તમામ પ્રક્રીયા મિટિંગમાં ભાગ લેનાર પક્ષકારો દ્રારા સવૈચછાપૂવૅક કરવામાં આવેલ છે તે અંગેની ખાતરી કરવાની ન્યાયાલયની ફરજ રહેશે.
વધુમાં જો આરોપી એવી ઇચ્છા દર્શાવે તો કેસમાં રોકેલ તેના કોઇ વકીલ જો કોઇ હોય તો આરોપી તેની સાથે તેવી મિટિંગમાં ભાગ લઇ શકશે.
(બી) પોલીસ રીપોટૅ સિવાય દાખલ કરવામાં આવેલ કેસમાં ન્યાયાલય આરોપી અને તે કેસમાં ભોગ બનનાર વ્યકિતને કેસનો સંતોષકારક રીતે નિકાલ થાય તે માટેની મિટિંગમાં ભાગ લેવા માટે નોટીશ કાઢશે.
પરંતુ ન્યાયાલયની એવી ખાતરી કરવાની ફરજ રહેશે કે તે કેસના સંતોષકારક રીતે નિકાલ કરવા માટેની સંપૂણૅ પ્રક્રિયા દરમ્યાન મિટિંગમાં ભાગ લેનાર પક્ષકારો દ્રારા સ્વેચ્છાપૂવૅક પ્રક્રિયા કરવામાં આવેલ છે.
વધુમાં જો કેસમાં ભોગ બનનાર વ્યકિત અથવા આરોપી એવી ઇચ્છા દશૅાવે તો તે તેવો કેસમાં રોકવામાં આવેલ પોતાના વકીલની સાથે તેવી મિટીંગમાં ભાગ લઇ શકશે.
Copyright©2023 - HelpLaw