પારસ્પરિક સંતોષકારક નિકાલનો રિપોટૅ ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરવાનો રહેશે - કલમ : 292

પારસ્પરિક સંતોષકારક નિકાલનો રિપોટૅ ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરવાનો રહેશે

જયાં કલમ ૨૯૧ હેઠળ મિટીંગમાં કેસનો સંતોષકારક નિકાલ તૈયાર કરવામાં આવેલ હોય ત્યાં ન્યાયાલય તેવા નિકાલનો રીપોટૅ તૈયાર કરશે જેના પર ન્યાયાલયના પ્રીસાઇડીંગ અધીકારી અને જેઓએ મિટીંગમાં ભાગ લીધો હોય તેવા અન્ય તમામ વ્યકીતઓની સહી રહેશે અને જો એવું કોઇ સમાધાન તૈયાર કરી શકાયું ન હોય તો ન્યાયાલય તેવા તારણોની નોંધ કરશે અને તે કેસમાં કલમ-૨૯૦ ની પેટા કલમ (૧) હેઠળ અરજી દાખલ કરેલ હોય તે સ્ટેજથી આ સંહિતાની જોગવાઇઓ અનુસાર આગળની કાયૅવાહી કરશે.