આરોપીના નિવેદનો ઉપયોગમાં લેવા નહી - કલમ : 299

આરોપીના નિવેદનો ઉપયોગમાં લેવા નહી

જે તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતા કલમ-૨૯૦ હેઠળ દાખલ કરાયેલ સોદાબાજીની દલીલ અંગેની અરજીમાં આરોપી વ્યકિત દ્રારા કરવામાં આવેલ નિવેદનો કે તેમાં જણાવેલ હકીકતો આ પ્રકરણના હેતુઓ સિવાય અન્ય કોઇ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહી.