
કેદીઓને હાજર કરવા ફરમાવવાની સતા
(૧) આ સંહિતા હેઠળની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન જયારે પણ ફોજદારી ન્યાયાલયને એમ જણાય કે
(એ) જેલમાં કેદ રખાયેલ કે અટકાયતમાં રખાયેલ વ્યકિતને ગુનાના ત્હોમતનો જવાબ આપવા માટે અથવા તેની સામેની કોઇપણ કાયૅવાહીના હેતુ માટે ન્યાયાલય સમક્ષ લાવવી જોઇએ અથવા
(બી) સદરહુ વ્યકિતને ન્યાયના હેતુ માટે સાક્ષી તરીકે તપાસવાની જરૂર છે. ત્યારે ન્યાયાલય ત્હોમતનો જવાબ આપવા અથવા ઉપયુકત કાયૅવાહીના હેતુ માટે અથવા પુરાવો આપવા માટે સદરહુ વ્યકિતને ન્યાયાલય સમક્ષ રજૂ કરવાનું ફરમાવતો હુકમ જેલના ઇન્ચાજૅ અધિકારીને કરી શકશે.
(૨) પેટા કલમ (૧) હેઠળનો હુકમ બીજા વગૅના મેજિસ્ટ્રેટે કર્યો હોય ત્યારે તેમા એવા મેજિસ્ટ્રેટે જેની સતા નીચે હોય તે ચફી જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સામી સહી ન હોય તો જેલના ઇન્ચાજૅ અધિકારીને તે મોકલી શકાશે નહીં કે તેનાથી તેનો અમલ થઇ શકશે નહી.
(૩) પેટા કલમ (૨) હેઠળ સામી સહી કરવા માટે રજૂ કરાયેલ દરેક હુકમ સાથે મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ જેને લીધે હુકમ કરવાનું જરૂરી બનેલ હોય તે હકીકતોનું નિવેદન સામેલ રાખવું જોઇશે અને જેની સમક્ષ તે રજૂ કરવામાં આવે તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એવું નિવેદન વિચાયૅ પછી હુકમ ઉપર સામી સહી કરવાની ના પાડી શકશે.
Copyright©2023 - HelpLaw