કલમ-૩૦૨ના અમલમાંથી અમુક વ્યકિતઓને બાકાત રાખવાની રાજય સરકારની કે કેન્દ્ર સરકારની સતા - કલમ : 303

કલમ-૩૦૨ના અમલમાંથી અમુક વ્યકિતઓને બાકાત રાખવાની રાજય સરકારની કે કેન્દ્ર સરકારની સતા

(૧) રાજય સરકાર કે યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કોઇપણ વખતે પેટા કલમ (૨) માં નિદિષ્ટ બાબતો ધ્યાનમાં રાખીને સામાન્ય કે ખાસ હુકમ કરીને એવા આદેશ આપી શકશે કે કોઇ વ્યકિત કે વગૅની વ્યકિતઓને જેમા કેદ રખાયેલ કે અટકાયતમાં રખાયેલ હોય તે જેલમાંથી તેને કે તેમને ખસેડવી નહી અને તેવો હુકમ થાય ત્યારે તે અમલમાં રહેતા સુધી રાજય સરકાર કે કેન્દ્ર સરકારના હુકમ પહેલા કે પછી થયેલા કલમ ૩૦૨ હેઠળના કોઇ હુકમનો તે વ્યકિત કે વગૅની વ્યકિતઓ પરત્વે અમલ થઈ શકશે નહી.

(૨) પેટા કલમ (૧) હેઠળ હુકમ કરતા પહેલા રાજય સરકાર કે યથાપ્રસંગ કેન્દ્ર સરકારે તેની કેન્દ્રિય એજન્સી દ્રારા સ્થાપિત કરવામાં આવેલા કેસોમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇશે.

(એ) જે ગુના માટે કે જે કારણે કોઇ વ્યકિત કે વગૅની વ્યકિતઓને જેલમાં કેદમાં કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તે ગુના કે કારણોનો પ્રકાર

(બી) કોઇ વ્યકિત કે વગૅની વ્યકિતઓને જેલમાંથી ખસેડવાની છુટ આપવામાં આવે તો જાહેર શાંતિનો ભંગ થવાનો સંભવ

(સી) સામાન્ય જાહેર હિત