જેલના ઇન્ચાજૅ અધિકારીએ અમુક પ્રસંગોએ હુકમનો અમલ નહી કરવા બાબત - કલમ : 304

જેલના ઇન્ચાજૅ અધિકારીએ અમુક પ્રસંગોએ હુકમનો અમલ નહી કરવા બાબત

કલમ-૩૦૨ હેઠળ જેના સબંધમાં હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત નીચેના પ્રકારની હોય ત્યારે જેલના ઇન્ચાજૅ અધિકારી ન્યાયાલયના હુકમનો અમલ કરશે નહી અને તે રીતે અમલ ન કરવાના કારણોનું નિવેદન તે ન્યાયાલયને મોકલી આપશે.

(એ) માંદગી કે નબળાઇને કારણે જેલમાંથી તેને ખસેડી શકાય તેમ ન હોય અથવા

(બી) જે ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવાના હુકમ હેઠળ હોય અથવા ઇન્સાફી કાયૅવાહી કે પ્રાથમિક પોલીસ તપાસ થતાં સુધી જેને જેલમાં રાખવા મોકલાયેલ હોય અથવા

(સી) હુકમનુ પાલન કરવામાં અને જે જેલમાં તેને કેદ કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તેમાં ફરી મોકલવામાં જે સમય વીતે તે પહેલા જેને કસ્ટડીમાં રાખવાની મુદત પૂરી થઇ જાય તેમ હોય અથવા

(ડી) કલમ-૩૦૩ હેઠળ રાજય સરકારે કે કેન્દ્ર સરકારે કેરલો હુકમ જેને લાગુ પડતો હોય પરંતુ જેલથી પચીસ કિલોમીટર વધુ દુર ન હોય તેવા સ્થળે પુરાવો આપવા માટે તે વ્યકિતની હાજરીની જરૂરિયાત હોય ત્યારે જેલ ઇન્ચાજૅ અધિકારીએ ખંડ (બી) માં જણાવેલ કારણે એવી રીતે અમલ કરવાનું બંધ રાખવું જોઇશે નહી.