કેદીને ન્યાયાલય સમક્ષ કસ્ટડીમાં લાવવા બાબત - કલમ : 305

કેદીને ન્યાયાલય સમક્ષ કસ્ટડીમાં લાવવા બાબત

કલમ-૩૦૪ની જોગવાઇઓને અધીન રહીને જેલના ઇન્ચાજૅ અધિકારી કલમ-૩૦૨ની પેટા કલમ (૧) હેઠળ થયેલ અને જરૂર હોય ત્યારે તેની પેટા કલમ (૨) હેઠળ વિધિસર સામી સહી થયેલ હુકમ મળે ત્યારે હુકમમાં જણાવેલા સમયે તે ન્યાયાલયમાં હાજર રહી શકે તે રીતે જે ન્યાયાલયમાં તેની હાજરીની જરૂર હોય તે ન્યાયાલયમાં હુકમમાં જણાવેલ વ્યકિતને મોકલાવશે અને તેમાં જુબાની ન થાય ત્યાં સુધી અથવા જે જેલમાં તેને કેદમાં કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તે જેલમાં ફરી મોકલવા માટે ન્યાયાલય અધિકાર ન આપે ત્યાં સુધી ન્યાયાલયની કે ન્યાયાલય નજીક તેને કસ્ટડીમાં રખાવશે.