જેલમાં સાક્ષીની જુબાની લેવા માટે કમિશન કાઢવાની સતા - કલમ : 306

જેલમાં સાક્ષીની જુબાની લેવા માટે કમિશન કાઢવાની સતા

જેલમાં કેદમાં કે અટકાયતમાં રખાયેલ વ્યકિતની સાક્ષી તરીકે જુબાની લેવા માટે કલમ-૩૧૯ હેઠળ કમિશન કાઢવાની ન્યાયાલયની સતાને આ પ્રકરણની જોગવાઇઓથી બાધ આવશે નહી અને પ્રકરણ-૨૫માંના ભાગ (બી) ની જોગવાઇઓ અન્ય કોઇ વ્યકિતની કમિશન કાઢીને જુબાની લેવા સબંધમાં લાગુ પડે છે તેમ જેલમાં એવી વ્યકિતની કમિશન કાઢીને જુબાની લેવા સબંધમાં લાગુ પડશે.