
પુરાવો આરોપીની હાજરીમાં લેવા બાબત
અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઇ કરી હોય તે સિવાય ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન લેવાયેલો તમામ પુરાવો આરોપીની હાજરીમાં અથવા તેની હાજરી જરૂરી ગણવામાં ન આવે ત્યારે તેના વકીલની હાજરીમાં જેમા રાજય સરકાર દ્રારા જાહેર કરાયેલ ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા લેવાનો સમાવેશ થાય છે એવો જોઇશે.
પરંતુ જેના ઉપર બળાત્કાર અથવા અન્ય કોઇ જાતિય ગુનો થયેલ હોવાનું કહેવાતું હોય તેવી ૧૮ વષૅથી ઓછી ઉંમરની કોઇ સ્ત્રીનો પુરાવો નોંધવામાં આવે ત્યારે ન્યાયાલય એવું સુનિશ્ર્વિત કરવા યોગ્ય પગલા લઇ શકશે કે આવી સ્ત્રી અને આરોપી એકબીજાની સામસામે ન આવે સાથોસાથ ન્યાયાલય આરોપીની ઉલટતપાસનો હકક પણ સુનિશ્ર્વિત કરશે.
સ્પષ્ટીકરણ.- આ કલમમાં આરોપી એ શબ્દમાં જેના સબંધમાં પ્રકરણ ૯ હેઠળની કોઇ કાયૅવાહી આ સંહિતા હેઠળ શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw