સમન્સ કેસો અને તપાસમાં રેકડૅ
(૧) મેજિસ્ટ્રેટ સમક્ષ જેની ઇન્સાફી કાયૅવાહી થતી હોય તેવા તમામ સમન્સ કેસોમાં કલમો-૧૬૪ થી ૧૬૭ (બંને સહિત) હેઠળની તમામ તપાસમાં અને ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન હોય તે સિવાય કલમ-૪૯૧ હેઠળની તમામ કાયૅવાહીઓમાં મેજિસ્ટ્રેટે દરેક સાક્ષીની જુબાની લેવાતી જાય તેમ તેના પુરાવાનો સારાંશ ન્યાયાલયની ભાષામાં નોંધતા જવું જોઇશે
પરંતુ મેજિસ્ટ્રેટ જાતે નોંધ કરી શકે નહી તો પોતે તેમ નહી કરી શકવાના કારણો લખીને ખુલ્લા ન્યાયાલયમાં તેણે સદરહુ સારાંશની લેખિત નોંધ લેવડાવવી જોઈશે અથવા પોતે લખાવવી જોઇશે.
(૨) એવી નોંધમાં મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ ગણાશે.
Copyright©2023 - HelpLaw