
વોરંટ કેસોમાં રેકડૅ
(૧) મેજિસ્ટ્રેટ ની સમક્ષ જેની ઇન્સાફી કાયૅવાહી થતી હોય તેવા તમામ વોરંટ કેસોમાં દરેક સાક્ષીનો પુરાવો તેની જુબાની લેવાતી જાય તેમ મેજિસ્ટ્રેટે જાતે લખી લેવા જોઇશે અથવા ખુલ્લા ન્યાયાલયમાં પોતે લખાવે તે પ્રમાણે લખી લેવડાવવો જોઇશે અથવા શારીરિક કે બીજી અશકિતને લીધે પોતે તેમ કરી ન શકે ત્યારે આ માટે તેણે નીમેલા ન્યાયાલયના અધિકારીએ તેની પ્રત્યક્ષ દોરવણી અને દેખરેખ નીચે તે લખી લેવો જોઇશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ હેઠળ સાક્ષીનો પુરાવો ગુનાના આરોપી વ્યકિતના એડવોકેટની હાજરીમાં ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમથી પણ નોંધી શકાશે.
(૨) મેજિસ્ટ્રેટ પુરાવો લખી લેવડાવે ત્યારે તેણે એવું પ્રમાણપત્ર આપવું જોઇશે કે પેટા કલમ (૧) માં ઉલ્લેખાયેલ કારણોસર પોતે પુરાવા જાતે લખી શકેલ નથી.
(૩) એવો પુરાવો સાધારણ રીતે બયાનના રૂપે લખી લેવો જોઇશે પરંતુ મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવા પુરાવાનો કોઇ ભાગ પ્રશ્નોતર રૂપે લખી લઇ કે લેવડાવી શકશે.
(૪) એવી રીતે લખી લેવડાયેલ પુરાવામાં મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે.
Copyright©2023 - HelpLaw