સેશન્સ ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહીનું રેકડૅ - કલમ : 311

સેશન્સ ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહીનું રેકડૅ

(૧) સેશન્સ ન્યાયાલય સમક્ષની તમામ ઇન્સાફી કાયૅવાહીમાં દરેક સાક્ષીનો પુરાવો તેની જુબાની લેવાતી જાય તેમ પ્રમુખ જજે જાતે અથવા ખુલ્લી ન્યાયાલયમાં પોતે લખાવે તે પ્રમાણે અથવા આ માટે તેણે નીમેલા ન્યાયાલયના અધીકારીએ તેની દોરવણી અને દેખરેખ નીચે લખી લેવો જોઇશે.

(૨) એવો પુરાવો સાધારણ રીતે બયાનના રૂપે લખી લેવો જોઇશે પરંતુ પ્રમુખ જજ પોતાની વીવેકબુધ્ધિ અનુસાર એવા પુરાવાનો કોઇ ભાગ પ્રશ્નોતરી રૂપે લખી લઇ કે લેવડાવી શકશે.

(૩) એવી રીતે લખી લેવાયેલ પુરાવામાં તે પ્રમુ જજે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે.