
પુરાવો લખવા માટેની ભાષા
કલમ-૩૧૦ કે કલમ-૩૧૧ હેઠળ પુરાવો લખી લેવામાં આવે ત્યારે દરેક વખતે
(એ) સાક્ષી ન્યાયાલયની ભાષામાં પુરાવો આપે તો તેને તે ભાષામાં લખી લવો જોઇશે.
(બી) તે બીજી કોઇ ભાષામાં પુરાવો આપે તો તેને બને તો ભાષામાં લખી લેવો જોઇશે અને તેમ કરવાનું ન બને તો સાક્ષીની જુબાની લેવાતી જાય તેમ ન્યાયાલયની ભાષામાં પુરાવાનું ખરૂ ભાષાંતર તૈયાર કરવું જોઇશે તેમ મેજિસ્ટ્રેટ કે પ્રમુખ જજે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે.
(સી) ખંડ (બી) હેઠળ ન્યાયાલયની ભાષા સિવાયની ભાષામાં પુરાવો લખી લેવામાં આવે ત્યારે જેમ બને તેમ જલ્દી ન્યાયાલયની ભાષામાં તેનું ખરૂ ભાષાંતર તૈયાર કરવું જોઇશે અને મેજિસ્ટ્રેટ કે પ્રમુખ જજે તેમાં સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે.
પરંતુ ખંડ (બી) હેઠળ પુરાવો અંગ્રેજીમાં લખી લેવાયેલ હોય અને કોઇપણ પક્ષકારને ન્યાયાલયની ભાષામાં તેના ભાષાંતરની જરૂર ન હોય ત્યારે ન્યાયાલય તેના ભાષાંતર વિના ચલાવી લઇ શકશે.
Copyright©2023 - HelpLaw