આરોપીને અથવા તેના વકીલને પુરાવો સમજાવવા બાબત - કલમ : 314

આરોપીને અથવા તેના વકીલને પુરાવો સમજાવવા બાબત

(૧) આરોપી ન્યાયાલયમાં પોતે હાજર હોય અને તે સમજતો ન હોય તેવી ભાષામાં કોઇ પુરાવો આપવામાં આવે ત્યારે ખુલ્લા ન્યાયાલયમાં તેને તે પુરાવો તે સમજતો હોય તે ભાષામાં સમજાવવો જોઇશે.

(૨) આરોપી વકીલ મારફત હાજર રહ્યો હોય અને પુરાવો ન્યાયાલયની ભાષા સિવાયની અને વકીલ ન સમજતો હોય તે ભાષામાં આપવામાં આવે તો તે પુરાવો એવા વકીલને ન્યાયાલયની ભાષામાં સમજાવવો જોઇશે.

(૩) રીતસરની સાબિતી માટે દસ્તાવેજો રજૂ થાય ત્યારે ન્યાયાલયની વિવેકબુધ્ધિ અનુસાર તેનો જેટલો ભાગ સમજાવવો જરૂરી જણાય તેટલો ભાગ સબજાવવામાં આવશે.