
પક્ષકારો સાક્ષીઓને તપાસી શકશે
(૧) આ સંહિતા હેઠળની જે કાયૅવાહીમાં કમિશન કાઢવામાં આવ્યું હોય તે કાયૅવાહીના પક્ષકારો કમિશન કાઢનારૂ ન્યાયાલય કે મેજિસ્ટ્રેટ કેસના મુદ્દાને પ્રસ્તુત હોવાનું ગણે તેવા પોત પોતાના લેખિત પ્રશ્નો મોકલી શકશે અને જેના ઉપર તે કમિશન મોકલવામાં આવે અથવા જેને તે બજાવવાની ફરજ સોંપવામાં આવે તે મેજિસ્ટ્રેટ ન્યાયાલય કે અધિકારી એવા પ્રશ્નો અંગે તે સાક્ષીને તપાસે તે કાયદેસર થશે.
(૨) એવો કોઇપણ પક્ષકાર તે મેજિસ્ટ્રેટ ન્યાયાલય કે અધિકારી સમક્ષ વકીલ મારફત હાજર રહી શકશે અને પોતે કસ્ટડીમાં ન હોય તો જાતે હાજર રહી શકશે અને સદરહુ સાક્ષીની તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ કરી શકશે.
Copyright©2023 - HelpLaw