
કમિશન પરત કરવા બાબત
(૧) કલમ-૩૧૯ હેઠળ કાઢેલા કમિશનની રીતસર બજવણી થયા પછી તે હેઠળ તપાસાયેલ સાક્ષીની જુબાની સાથે કમિશન કાઢનારા ન્યાયાલય કે મેજિસ્ટ્રેટને તે પરત મોકલવું જોઇશે અને તે કમિશન તે ઉપર થયેલી કાયૅવાહી અને તે જુબાની પક્ષકારો કોઇપણ વાજબી સમયે જોઇ શકશે અને તમામ ન્યાયોચિત અપવાદોને બાદ કરતા તે કેસમાં બેમાંથી ગમે તે પક્ષકાર તેના ઉપર પુરાવા તરીકે આધાર રાખી શકશે અને તે રેકડૅનો એક ભાગ ગણાશે.
(૨) એવી રીતે લીધેલી જુબાની ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૨૭ ની ઠરાવેલી શરતો અનુસાર હોય તો બીજા ન્યાયાલયમાં તે કેસના ત્યાર પછીના કોઇ તબકકે પણ તેને પુરાવામાં સ્વીકારી શકાશે.
Copyright©2023 - HelpLaw