વિદેશી કમિશનોની બજવણી - કલમ : 325

વિદેશી કમિશનોની બજવણી

(૧) કલમ-૩૨૧ ની અને કમિશનની બજવણી અને તે પરત કરવા સબંધમા; હોય એટલા પૂરતી કલમ-૩૨૨ એન કલમ-૩૨૩ ની જોગવાઇઓ જેમ કલમ-૩૧૯ હેઠળ કાઢેલા કમિશનને લાગુ પડે છે તે પ્રમાણે આ કલમમાં હવે પછી જણાવેલા ન્યાયાલયો જજો કે મેજિસ્ટ્રેટો પૈકી કોઇએ કાઢેલા કમિશનોના સબંધમાં લાગુ પડશે.

(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખાયેલ ન્યાયાલયો જજો અને મેજિસ્ટ્રેટો નીચે પ્રમાણે છે

(એ) કેન્દ્ર સરકાર જાહેરનામાંથી આ માટે નિર્દિષ્ટ કરે તે પ્રમાણે આ સંહિતા જેને લાગુ પડતો ન હોય તેવા ભારતના કોઇ વિસ્તારમાં હકૂમત ભોગવતા ન્યાયાલય જજ કે મેજિસ્ટ્રેટ

(બી) કેન્દ્ર સરકાર જાહેરનામાંથી આ માટે નિદિષ્ટ કરે તે પ્રમાણે ભારત બહાર કોઇ દેશમાં કે સ્થળે હકૂમત ભોગવતા અને તે દેશમાં કે સ્થળે અમલમાં હોય તેવા કાયદા હેઠળ ફોજદારી બાબતો સબંધી સાક્ષીઓ તપાસવા માટે કમિશન કાઢવાનો અધિકાર ધરાવતા ન્યાયાલય જજ કે મેજિસ્ટ્રેટ