
મેજિસ્ટ્રેટન ઓળખ રિપોટૅ
(૧) કોઇ વ્યકિત અથવા મિલકત સબંધી એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટનો ઓળખ રિપોટૅ હોવાનું માનવામાં આવતો કોઇપણ દસ્તાવેજ આ સંહિતા હેઠળ કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી અથવા અન્ય કાયૅવાહીઓમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે જો કે એવા મેજિસ્ટ્રેટને સાક્ષી તરીકે બોલાવવામાં આવતા નથી. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયારે આવા રિપોટૅમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૧૬, કલમ-૨૬, કલમ-૨૭, કલમ-૧૫૮ અથવા કલમ-૧૬૦ ની જોગવાઇઓ લાગુ પડતી હોય તેવા કોઇ શંકાસ્પદ વ્યકિત અથવા સાક્ષીનું વિવરણ સમાવિષ્ટ હોય ત્યારે તે ઉપરોકત કલમોની જોગવાઇઓના અનુસંધાનમાં હોય તે સિવાય આ પેટા કલમ હેઠળ આવા વિવરણનો ઉપયોગ કરી શકાશે નહી.
(૨) ન્યાયાલય તેને યોગ્ય લાગે તો પ્રોસિકયુશન અથવા આરોપીની અરજી ઉપરથી સદરહુ રિપોટૅના વિષયવસ્તુ માટે એવા મેજિસ્ટ્રેટને બોલાવી અને તપાસ કરી શકશે.
Copyright©2023 - HelpLaw