કેટલાક સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંતોના રિપોટૅ - કલમ : 329

કેટલાક સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંતોના રિપોટૅ

(૧) આ સંહિતા હેઠળની કોઇપણ કાયૅવાહી દરમ્યાન તપાસ કે પૃથકકરણ તેમજ રિપોટૅ માટે તેને યોગ્ય રીતે સોંપાયેલ કોઇ બાબત કે વસ્તુ અંગે જેને આ કલમ લાગુ પડતી હોય તે સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંતની સહીવાળો રિપોટૅ હોવાનું અભીપ્રેત હોય તેવા દસ્તાવેજનો આ સંહિતા હેઠળની કોઇપણ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.

(૨) ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવા નિષ્ણાંતને બોલાવી તેના રિપોટૅની બાબત અંગે તેને તપાસી શકશે.

(૩) જયારે એવા નિષ્ણાતને ન્યાયાલયે બોલાવેલ હોય અને તેઓ જાતે હાજર રહી શકે તેમ ન હોય ત્યારે ન્યાયાલયે તેમને જાતે હાજર રહેવાનું સ્પષ્ટ રીતે ફરમાવ્યું હોય તે સિવાય પોતાની સાથે કામ કરતા અને કેસની હકીકતોના જાણકાર તેમજ પોતાના વતી ન્યાયાલયમાં સંતોષકારક રીતે જવાબ આપી શકે તેવા જવાબદાર અધિકારીને પોતાની વતી ન્યાયાલયમાં સંતોષકારક રીતે જવાબ આપી શકે તેવા જવાબદાર અધિકારીને પોતાની વતી ન્યાયાલયમાં હાજર રહેવા તે મોકલી શકશે.

(૪) આ કલમ નીચેના સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંતોને લાગુ પડે છે.

(એ) સરકારી રાસાયણીક પરીક્ષક કે મદદનીશ રાસાયણિક પરીક્ષક

(બી) સ્ફોટક દ્રવ્યોના મુખ્ય કંન્ટ્રોલર

(સી) આંગળા છાપ બ્યુરોના નિયામક

(ડી) મુંબઇ ખાતેના હાફકીન ઇન્સ્ટિટયુટના નિયામક

(ઇ) કેન્દ્રીય અદાલતી વિજ્ઞાન પ્રયોગ શાળાના કે રાજય અદાલતી વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક નાયબ નિયામક અથવા મદદનીશ નિયામક

(એફ) સરકારી લોહી નિષ્ણાત

(જી) રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્રારા આ હેતુ માટે જાહેરનામાંથી નિદિષ્ટ કે પ્રમાણિત કરાયેલ કોઇ અન્ય વૈજ્ઞાનિક નિષ્ણાંત