
કેટલાક દસ્તાવેજોની વિધિસર સાબિતી બિનજરૂરી
(૧) ફરીયાદ પક્ષ કે આરોપી કોઇ ન્યાયાલય સમક્ષ કોઇ દસ્તાવેજ રજૂ કરે ત્યારે એવા દરેક દસ્તાવેજની વિગતો યાદીમાં જણાવવાની રહેશે અને ફરિયાદ પક્ષ કે આરોપીને અથવા ફરિયાદ પક્ષ કે આરોપીના વકીલ હોય તો તેને એવા દસ્તાવેજો પૂરા પાડયાના તરત પછી અને કોઇપણ કેસમાં તેવા દસ્તાવેજો પૂરા પાડયાના ૩૦ દિવસ પછી નહી તે રીતે ખરા હોવા અંગે સ્વીકાર કે ઇન્કાર કરવાનું ફરમાવવામાં આવશે. પરંતુ ન્યાયાલય પોતાની વિવેકબુધ્ધિથી લેખિતમાં કારણોની નોંધ કરીને સમયમયે ગદામાં છૂટ આપી શકશે. વધુમાં કોઇપણ નિષ્ણાતને કોટૅ સમક્ષ હાજર થવા બોલાવવામાં આવશે નહી સિવાય કે ટ્રાયલના કોઇપણ પક્ષકારો દ્રારા એવા નિષ્ણાતના રીપોટૅ સામે તકરાર લીધી હોય.
(૨) દસ્તાવેજોની યાદી રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવા નમૂનામાં હોવી જોઇશે.
(૩) કોઇ દસ્તાવેજ ખરો હોવા વિશે વાંધો ઉઠાવવામાં ન આવે ત્યારે જે વ્યકિતએ સહી કયૅવાનું અભિપ્રેત હોય તેની સહીની સાબિતી વિના આ સંહિતા હેઠળની કોઇપણ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં પુરાવા તરીકે એવા દસ્તાવેજ ઉપર આધાર રાખી શકાશે. પરંતુ ન્યાયાલય પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવી સહી સાબિત કરવાનું ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw