જેની સમક્ષ સોગંદ ઉપર સોગંદનામા કરી શકાય તે સતા અધિકારીઓ - કલમ : 333

જેની સમક્ષ સોગંદ ઉપર સોગંદનામા કરી શકાય તે સતા અધિકારીઓ

(૧) આ સંહિતા હેઠળ કોઇ ન્યાયાલય સમક્ષ ઉપયોગમાં લેવાના સોગંદનામા નીચેના કોઇ સમક્ષ સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર કરી શકાશે.

(એ) કોઇ જજ કે કોઇપણ જયુડિશિયલ કે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા

(બી) ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલયે નીમેલા સોગંદ માટેના કોઇપણ કમિશ્નર અથવા

(સી) નોટરી અધિનિયમ ૧૯૫૨ (૧૯૫૨નો ૫૩મો) હેઠળ નીમાયેલા કોઇપણ નોટરી

(૨) સોગંદનામું સોગંદનામું કરનાર પોતાની જાણ ઉપરથી સાબિત કરી શકે તેવી અને જે સાચી હોવાનું માનવાને પોતાને વાજબી કારણ હોય એટલી હકીકતો હોવી જોઇશે અને તે હકીકતો અલગ અલગ જણાવવી જોઇશે અને સદરહુ માન્યતાવાળી હકીકત બાબતમાં સોગંદનામું કરનારે તેવી માન્યતાના કારણો સ્પષ્ટ રીતે જણાવવા જોઇશે.

(૩) સોગદનામામાં કોઇ નિંદાત્મક અને અપ્રસ્તુત બાબત હોય તો તે કાઢી નાખવાનો કે સુધારી લેવાનો ન્યાયાલય હુકમ કરી શકશે.