અગાઉની ગુના સાબિતી કે નિદોષ છૂટકારો સાબિત કરવાની રીત
આ સંહિતા હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં અગાઉની ગુના સાબિતી કે નિદોષ છૂટકારો તે સમયે અમલમાં હોય તેવા કાયદામાં ઠરાવેલી બીજી રીતે ઉપરાંત નીચે જણાવેલ દરેક પ્રસંગે આરોપી એ રીતે દોષિત ઠરેલ કે નિન્દોષ ઠરાવી છોડી મૂકાયેલ વ્યકીત હોવા અંગેના પુરાવાની સાથે નીચે જણાવેલ રીતે સાબિત કરી શકાશે.
(એ) જે ન્યાયાલયમાં આરોપીને દોષિત ઠરાવ્યાનો કે નિર્દોષ છોડી મૂકવાનો એવો હુકમ થયો હોય તે ન્યાયાલયના રેકડૅની કસ્ટડી ધરાવતા અધિકારીએ પોતાની સહીથી તે સજાના હુકમની કે છોડી મૂકવાના હુકમની નકલ હોવાનું પ્રમાણિત કરેલા ઉતારાથી અથવા
(બી) આરોપી દોષિત ઠયૅા હોય ત્યારે જે જેલમાં પૂરી કે અંશતઃ સજા ભોગવાયેલ હોય તેના ઇન્ચાજૅ અધિકારીની સહીવાળા પ્રમાણપત્રથી અથવા જેલમાં મોકલવા અંગેના જે વોરંટ હેઠળ સજા ભોગવેલ હોય તે વોરંટ રજૂ કરીને
Copyright©2023 - HelpLaw