
આરોપીની ગેર હાજરીમાં પુરાવો નોંધવા બાબત
(૧) આરોપી નાસી ગયેલ હોવાનુ; અને તેને તરત પકડવાની કોઇ સંભાવના ન હોવાનુ; સાબિત થાય તો ફરિયાદવાળા ગુના માટે તેની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવાની સતા ધરાવનાર ન્યાયાલય તેની ગેરહાજરીમાં ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરેલા હોય તે સાક્ષીઓને તપાસી તેમની જુબાની લખી લઇ શકશે અને જુબાની આપનાર મૃત્યુ પામ્યો હોય અથવા જુબાની આપવા અશકિતમાન હોય અથવા શોધી શકાતો ન હોય અથવા કેસના સંજોગો જોતા ગેરવાજબી ગણાય એવા વિલંબ ખચૅ કે અગવડ વિના તેને હાજર કરી શકાય તેમ ન હોય તો આરોપીને પકડવામાં આવે ત્યારે તેના ઉપર જે ગુનાનું ત્હોમત મૂકવામાં આવ્યું હોય તે ગુનાની તપાસમાં કે તે માટેની ઇન્સાફી કાયૅવાહીમાં એવી જુબાની તેની વિરૂધ્ધ પુરાવામાં આપી શકાશે.
(૨) મોતની કે આજીવન કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનો અજ્ઞાત વ્યકિતએ કે વ્યકિતઓએ કર્યો હોવાનું જણાય ત્યારે ઉચ્ચન્યાયાલય કે સેશન્સ જજ કોઇ પહેલા વગૅના મેજિસ્ટ્રેટને તપાસ કરવા અને તે ગુના અંગે પુરાવા આપી શકે તેવા સાક્ષીઓને તપાસવાનો આદેશ આપી શકશે અને તે જુબાની આપનાર મૃત્યુ પામ્યો હોય અથવા પુરાવો આપવા અશકિતમાન હોય અથવા ભારતની હદની બહાર હોય તો એ રીતે લેવાયેલી જુબાની ત્યાર પછી જેના ઉપર તે ગુનાનો આરોપ મૂકવામાં આવે તે વ્યકિત વિરૂધ્ધ પુરાવામાં આપી શકાશે.
Copyright©2023 - HelpLaw