અમુક કેસોમાં રાજય સેવકો નિષ્ણાતો પોલીસ અધિકારીઓના પુરાવા - કલમ : 336

અમુક કેસોમાં રાજય સેવકો નિષ્ણાતો પોલીસ અધિકારીઓના પુરાવા

જયાં રાજય સેવક વૈજ્ઞાનિક નિષ્ણાંત અથવા તબીબી અધિકારી દ્રારા તૈયાર કરવામાં આવેલ કોઇપણ દસ્તાવેજનો અથવા અહેવાલનો ઉપયોગ આ સંહિતા હેઠળની કોઇપણ તપાસ ખટલો અથવા અન્ય કાયૅવાહીમાં પુરાવા તરીકે કરવામાં આવ્યો હોવાનો આશય (કે દાવો) હોય અને

(૧) આવા રાજય સેવક નિષ્ણાંત અથવા અધિકારીની કયાં તો બદલી થઇ હોય તેઓ નિવૃત થયા અથવા મૃત્યુ પામ્યા હોય અથવા

(૨) આવો રાજય સેવક નિષ્ણાત અથવા અધિકારી મળી શકતા ન હોય અથવા જુબાની આપવા માટે અસમથૅ હોય અથવા

(૩) આવા રાજય સેવક નિષ્ણાત અથવા અધિકારીની હાજરીને સુરક્ષિત કરવામાં તપાસ ખટલો અથવા અન્ય કાયૅવાહીમાં વિલંબ થવાની સંભાવના હોય ત્યાં અદાલત આવા રાજય સેવક નિષ્ણાત અથવા અધિકારીના અનુગામી અધિકારી કે જેઓ આવી જુબાની વખતે તે પદ ધરાવતા હોય તેમની હાજરી આવા અહેવાલ ઉપર જુબાની આપવા માટે સુરક્ષિત કરશે. પરંતુ રાજય સેવક વૈજ્ઞાનિક નિષ્ણાંત અથવા તબીબી અધિકારીનો અહેવાલ ખટલો અથવા અન્ય કાયૅવાહીના કોઇપણ પહ્કાર દ્રારા વિવાદિત ન થયો હોય ત્યાં સુધી આવા કોઇપણ રાજય સેવક વૈજ્ઞાનિક નિષ્ણાત અથવા તબીબી અધિકારીને અદાલત સમક્ષ હાજર થવા માટે બોલાવવામાં આવશે નહી. વળી આવા અનુગામી રાજય સેવક નિષ્ણાંત અથવા અધિકારીની જુબાનીને દ્રષ્ય શ્રાવ્ય (ઓડિયો-વીડિયો) ઇલેકટ્રોનિક પધ્ધતિથી પરવાનગી આપી શકાશે.