
પબ્લિક પ્રોસિકયુટરોએ હાજર રહેવા બાબત
(૧) કેસના ચાજૅમાં હોય તે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર જે ન્યાયાલયમાં તે કેસની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અપીલ થઇ રહેલ હોય તેવા કોઇપણ ન્યાયાલય સમક્ષ લેખિત અધિકારપત્ર વિના હાજર થઇ શકશે અને રજૂઆત કરી શકશે.
(૨) એવા કોઇ કેસમાં કોઇ ખાનગી વ્યકિત કોઇ ન્યાયાલયમાં કોઇ વ્યકિત સામે ફોજદારી કામ ચલાવવા માટે વકીલને સુચના આપેલો કેસ જેના ચાજૅમાં હોય તે પબ્લિક પ્રોસિકયુટરે કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરે ફરિયાદ પક્ષ તરફથી કામ કરવું જોઇશે અને એવી સુચના અપાયેલ વકીલે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરની દોરવણી મુજબ તેમાં કામ કરવું જોઇશે અને ન્યાયાલયની પરવાનગીથી તે કેસમાં તમામ પુરાવો લેવાઇ ગયા પછી તે લેખિત દલીલો રજૂ કરી શકશે.
Copyright©2023 - HelpLaw