કેટલાક કેસોમાં આરોપીને રાજયના ખચૅ કાનૂની સહાય - કલમ : 341

કેટલાક કેસોમાં આરોપીને રાજયના ખચૅ કાનૂની સહાય

(૧) ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહી અથવા અપીલમાં આરોપીએ પોતાના વતી કોઇ વકીલને રોકેલ ન હોય અને ન્યાયાલયને એમ જણાય કે આરોપી પાસે વકીલ રોકવા માટે પુરતી સગવડ નથી તો ન્યાયાલયે રાજયના ખચૅ તેના બચાવ માટે વકીલ રોકવો જોઇશે.

(૨) ઉચ્ચન્યાયાલય રાજય સરકારની પૂવૅ અનુમતિથી નીચેની બાબતો અંગે જોગવાઇ કરતા નિયમો કરી શકશે.

(એ) પેટા કલમ (૧) હેઠળ બચાવ માટેના વકીલોની પસંદગી કરવાની રીત

(બી) ન્યાયાલયોએ એવા વકીલોને આપવાની સગવડ

(સી) એવા વકીલોને રાજય સરકારે આપવાની ફી અને સામાન્ય રીતે પેટા કલમ (૧) ના હેતુઓ પાર પાડવા માટેની બાબતો

(૩) રાજય સરકાર જાહેરનામાંથી એવો આદેશ આપી શકશે કે જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તે તારીખથી પેટા કલમ (૧) અને (૨) ની જોગવાઇઓ સેશન્સ ન્યાયાલયો સમક્ષની ઇન્સાફી કાયૅવાહીના સબંધમાં લાગુ પડે છે તેમ રાજયના બીજા ન્યાયાલયો સમક્ષની કોઇપણ વગૅની ઇન્સાફી કાયૅવાહીના સબંધમાં લાગુ પડશે.