જયારે કોપૌરેશન કે નોંધાયેલી મંડળી આરોપી હોય ત્યારે કાયૅરીતી
(૧) આ કલમમાં કોપૌરેશન એટલે સંસ્થાપિત કંપની કે બીજું સંસ્થાપિત મંડળ અને તેમાં મંડળી નોંધણી અધિનિયમ ૧૮૬૦ (૧૮૬૦નો ૨૧મો) હેઠળ નોંધાયેલી મંડળીનો સમાવેશ થાય છે
(૨) ઇન્સાફી કાયૅવાહી કે તપાસમાં કોર્પોરેશન આરોપી હોય અથવા આરોપીઓમાંનુ એક હોય ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના હેતુ માટે કોઇ પ્રતિનિધિ નીમી શકશે અને એવી નિમણૂક કોપીરેશનના સિકકા હેઠળ હોવી જરૂરી નથી.
(૩) કોપોરેશનનો પ્રતીનિધિ હાજર હોય ત્યારે કોઇ બાબત આરોપીની હાજરીમાં થવી જોઇએ અથવા આરોપીને વાંચી સંભળાવવી અથવા જણાવવી કે સમજાવવી જોઇએ તેવી આ સંહિતાની જોગવાઇનો અથૅ તે પ્રતિનિધિની હાજરીમાં થવી જોઇએ પ્રતિનિધિને વાંચી સંભળાવવી અથવા જણાવવી કે સમજાવવી જોઇએ તેવો કરવામાં આવશે અને આરોપીની જુબાની થવી જોઇએ તેવી કોઇ જોગવાઇનો અથૅ પ્રતિનિધિની જુબાની થવી જોઇએ તેવો કરવામાં આવશે.
(૪) કોર્પોરેશનનો પ્રતીનિધિ હાજર ન હોય ત્યારે પેટા કલમ (૩) માં જણાવેલ જોગવાઇ લાગુ પડશે નહી.
(૫) કોપીરેશનના મેનેજિંગ ડિરેકટરે અથવા કોર્પોરેશનનું કામકાજ કરનાર અથવા તેઓ દ્રારા યોગ્ય રીતે અધિકૃત વ્યકિત પૈકીના (ગમે તે નામે ઓળખાતા) કોઇ એકે સહી કરેલ હોવાનું અભિપ્રેત હોય તેવા લેખીત નિવેદનમાં જણાવેલ વ્યકિતને આ કલમના હેતુ માટે કોપૌરેકનના પ્રતિનિધિ તરીકે નીમવામા; આવેલ છે તેવી મતલબનુ તેમા કથન હોય અને તે નિવેદન રજૂ થાય ત્યારે ન્યાયાલયે વિરૂધ્ધનું સાબિત ન થાય તો એવું માની લેવું જોઇશે કે તે વ્યકિતને એવી રીતે નીમવામાં આવેલ છે.
(૬) ન્યાયાલય સમક્ષની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં કોર્પોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે હાજર રહેનાર કોઇ વ્યકિત પ્રતિનિધિ છે કે નહી તે સબંધી પ્રશ્ન ઉભો થાય તો ન્યાયાલયે તે પ્રશ્નનો નિણૅય કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw