ગુના સાથીને માફી આપવા બાબત - કલમ : 343

ગુના સાથીને માફી આપવા બાબત

(૧) જે ગુનાને આ કલમ લાગુ પડતી હોય તે ગુનામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ કે સામેલ હોવાનું મનાતી વ્યકિતનો પુરાવો મેળવવા માટે ગુનાની પોલીસ તપાસના અથવા તપાસના કે ઇન્સાફી કાર્યવાહીના કોઇપણ તબકકે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અને તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના કોઇપણ તબકકે ચફી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અને તપાસ કે ઇન્સાફી કાર્યવાહીના કોઇપણ તબકકે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરનાર પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ તે ગુના સબંધી તેમજ તે ગુનો કરવામાં મુખ્ય વ્યકિત તરીકે કે તેનુ દુમ્પ્રેરણ કરનાર તરીકે સંકળાયેલ અન્ય વ્યકિત સબંધી પોતાની જાણમાં હોય તે તમામ હકીકત પૂરેપૂરી અને સાચી રીતે જણાવી દેવાની શરતે તેને માફી આપી શકશે.

(૨) આ કલમ નીચેના ગુનાને લાગુ પડે છે.

(એ) સેશન્સ ન્યાયાલય દ્રારા અથવા જે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ નિમાયેલા સ્પેશિયલ જજના ન્યાયાલય દ્રારા જ ઇન્સાફી કાયૅવાહી થઇ શકે તેવો ગુનો

(બી) સાત વષૅ સુધીની કેદની અથવા તેથી વધુ આકરી શિક્ષાને પાત્ર કોઇ ગુનો

(૩) પેટા કલમ (૧) હેઠળ માફી આપનાર દરેક મેજિસ્ટ્રેટે નીચે પ્રમાણેની લેખીત નોંધ કરવી જોઇશે અને આરોપી અરજી કરે ત્યારે તે નોંધની નકલ તેને વીના મુલ્યે આપવી જોઇશે.

(એ) માફી આપવાના પોતાના કારણો

(બી) જેને માફી આપવામાં આવી હોય તે વ્યકિતએ સ્વીકારેલ કે નહી તે

(૪) પેટા કલમ (૧) હેઠળની માફીના દરેક સ્વીકારનાર અંગે નીચે પ્રમાણે કરવાનું રહેશે. (એ) તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં અને ત્યાર પછી થાય તે ઇન્સાફી કાર્યવાહીમાં તેને સાક્ષી તરીકે તપાસવો જોઇશે. (બી) તે જામીન ઉપર ના હોય તો ઇન્સાફી કાયૅવાહી પૂરી થતા સુધી તેને કસ્ટડીમાં અટકાયતમાં રાખવો જોઇશે.

(૫) કોઇ વ્યકિત પેટા કલમ (૧) હેઠળ આપેલી માફી સ્વીકારે અને પેટા કલમ (૪) હેઠળ તેને તપાસવામાં આવેલ હોય ત્યારે ગુનાની ઇન્સાફી કાર્યવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટે તે કેસમાં વધુ તપાસ કયૅગ વિના નીચે પ્રમાણે કાયૅવાહી કરવી જોઇશે.

(એ) તે કેસને નીચે જણાવેલ સબંધિત ન્યાયાલયમાં ઇન્સાફી કાર્યવાહી માટે કમિટ કરવો જોઇશે.

(૧) જો ગુનાની ઇન્સાફી કાયૅવાહી માત્ર સેશન્સ ન્યાયાલય દ્રારા જ ચલાવી શકાય તેમ હોય તો અથવા ઇન્સાફી કાયૅવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ હોય તો સેશન્સ ન્યાયાલયને

(૨) જે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ નિમાયેલ સ્પેશિયલ જજના ન્યાયાલય દ્રારા જ તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેમ હોય તો તે ન્યાયાલયને

(બી) બીજા કોઇ કિસ્સામાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપવો જોઇશે અને તેમણે તે કેસની જાતે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે.