
કાયૅવાહી મુલતવી કે મોકૂફ રાખવાની સતા
(૧) દરેક તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહીમાં હાજર રહેલ તમામ સાક્ષીઓની તપાસ થઇ ન જાય ત્યાં સુધી રોજેરોજના ધોરણે ચાલુ રહેશે સિવાય કે એવા કારણોની નોંધ કરીને ન્યાયાલયને આવનાર દિવસ પછીના કોઇ દિવસ માટે કાયૅવાહી મોકૂફ રાખવાનું જરૂરી જણાય પરંતુ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦ અથવા કલમ-૭૧ હેઠળના ગુના સબંધિત તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહી હોય ત્યારે આવી ઇન્સાફી કાર્યવાહી અથવા તપાસ ચાર્જશીટ ફાઇલ કયૅ લાની તારીખના બે મહિનાની અંદર પુણૅ થવી જોઇશે.
(૨) ગુનાની વિચારણા શરૂ કર્યા પછી અથવા ઇન્સાફી કાર્યવાહી શરૂ કર્યું | પછી કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાનું મુલતવી રાખવાનું અથવા તેને મોકુફ રાખવાનું જરૂરી કે ઇષ્ટ જણાય તો ન્યાયાલય વખતો વખત લેખિત કારણોસર પોતાને યોગ્ય લાગે તેવી શરતે અને પોતે વાજબી ગણે તેટલી મુદત સુધી તેને મુલતવી કે મોકૂફ રાખી શકશે અને આરોપી કસ્ટડીમાં હોય તો વોરંટ કાઢીને તેને પાછો કસ્ટડીમાં રાખવા મોકલી શકશે.
પરંતુ કોઇ મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળ કોઇ આરોપીને એકી સાથે પંદર દિવસથી વધુ મુદત માટે કસ્ટડીમાં પાછો મોકલી શકશે નહી. વધુમાં સાક્ષાીઓ હાજર થયા હોય ત્યારે લેખીત ખાસ કારણો સિવાય તેમને તપાસ્યા વીના કાયૅવાહી મોકૂફ કે મુલતવી રાખી શકાશે નહી. વળી આરોપી તેને કરવા ધારેલી સજા સામે કારણ દર્શાવી શકે તે હેતુ માટે જ કાયૅવાહી મોકૂફ રાખી શકાશે નહી. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે
(એ) જયારે સંજોગો પક્ષકારના નિયંત્રણની બહાર હોય તે સિવાય તે પક્ષકારની વિનંતી ઉપર કોઇપણ મોકૂફ રાખી શકાશે નહી
(બી) જયારે સંજોગો કોઇ પક્ષકારના નિયંત્રણની બહાર હોય ત્યારે ન્યાયાલય અન્ય પક્ષકારના વાંધાઓને સાંભળ્યા પછી અને લેખિતમાં તેના કારણોની નોંધ કરીને બે કરતા વધુ વખત મોકૂફ રાખી શકાશે નહી
(સી) કોઇ પક્ષકારના વકીલ અન્ય કોઇ ન્યાયાલયમાં રોકાયેલ હોવાના કારણે મોકૂફ રાખી શકાશે નહી.
(ડી) જયારે કોઇ સાક્ષી ન્યાયાલયમાં હાજર હોય પરંતુ કોઇ પક્ષકાર અથવા તેના વકીલ હાજર ન હોય અથવા પક્ષકાર કે તેના વકીલ ન્યાયાલયમાં હાજર હોવા છતા સાક્ષીની તપાસ કે ઉલટતપાસ કરવા માટે તૈયાર ન હોય ત્યારે ન્યાયાલયને યોગ્ય લાગે તો સાક્ષીની સરતપાસ અથવા ઉલટતપાસ યથાપ્રસંગ જે હોય તેને જતી કરીને સાક્ષીનું નિવેદન નોંધી શકશે અને તેને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે. સ્પષ્ટીકરણ ૧.- આરોપીએ ગુનો કર્યો હોવાનો શક ઉત્પન્ન કરવા માટે પૂરતો પુરાવો મળ્યો હોય અને તેને પાછો કસ્ટડીમાં મોકલવાથી વધારે પુરાવો મળવાનો સંભવ છે એમ જણાય તો તેને પાછો કસ્ટડીમાં મોકલવા માટેનું તે વાજબી કારણ છે.
સ્પષ્ટીકરણ ૨.- યોગ્ય કેસમાં જે શરતોએ ઇન્સાફી કાર્યવાહી મુલતવી કે મોકૂફ રાખવાનું મંજૂર કરી શકાય તે શરતોમાં ફરિયાદ પક્ષે કે આરોપીએ ખર્ચ આપવાનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw