
મહત્વના સાક્ષીને બોલાવવાની અથવા હાજર વ્યકિની જુબાની લેવાની સતા
આ સંહિતા હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીના કોઇપણ તબકકે કોઇપણ ન્યાયાલય કોઇપણ વ્યકિતને સાક્ષી તરીકે બોલાવી શકશે અથવા હાજર હોય તે વ્યકિતને સાક્ષી તરીકે સમન્સથી બોલાવેલ ન હોય તો પણ તેની જુબાની લઇ શકશે અથવા કોઇ વ્યકિત તપાસાઇ ચૂકેલ હોય તેને ફરી ઉલટ તપાસ માટે બોલાવી અને ફરી તપાસી શકશે અને કેસનો ન્યાયી નિણૅય કરવા માટે કોઇ વ્યકિતની જુબાની પોતાને અગત્યની હોવાનું જણાય તો ન્યાયાલય તેને સમન્સથી બોલાવી તપાસશે અથવા ફરી બોલાવી ફરી તપાસશે.
Copyright©2023 - HelpLaw